16/08/2025
गुणाकरम् सुखाकरम् क्रुपाकरम् कृपापरम् ,
सुरद्विषन्निकन्दनम् , नमामि गोप नन्दनम्.
नवीनगोप नागरम नवीन केलि लम्पटम् ,
नमामि मेघ सुन्दरम् तथित प्रभालसथ्पतम् ॥
મોરલી-મુકુટધારી, ગાયોના ગોવિંદ, ગોપીઓનો કાન્હો, અર્જુનના કેશવ, દ્રૌપદીના માધવ, રાધાના શ્યામ, જશોદાના લાલા ને નંદના દુલારા, સુદામાના દ્વારિકાધીશ, રુક્ષ્મણીના મધુસુદન, મીરાના મોરારી તો નરસિંહના નટવર, વલ્લભના ગિરિધારી અને યમુનાજીના ગોવર્ધનનાથ - લખીએ તો શબ્દ ઓછા પડે અને બોલીએ તો શબ્દ નીકળે નહીં, સતત રમણ કરનાર, ચિત્તને ચોરનાર અને મનને મોહનાર, ગિરિવર ધારણ કરનાર, પિતાંબરધારી, ચતુર્ભુજ નારાયણના અવતાર, શ્રીવલ્લભના શ્રીનાથ, સકલ વિશ્વના પ્રાણાધાર, જગદીશ્વર, યુગે યુગે અવતાર લઈને ભક્તોની ભીડ ભાંગનાર, રાજાધિરાજ યોગેશ્વર, અનંત કોટી બ્રહ્માંડ નાયક, સુદર્શનધારી *આપણા સૌના પ્રાણ વલ્લભ એવા મારા ઇષ્ટ પ્રભુ શ્રીકૃષ્ણના જન્મોત્સવની આપ સર્વે વૈષ્ણવો, કૃષ્ણ પ્રેમીઓ અને સમષ્ટિના સર્વે જીવોને અનેકાનેક મઁગલ વધાઈ...*
*अनन्तानन्दसिन्धोः कण इव श्रीकृष्णः।*
*જય શ્રી કૃષ્ણ*
*अहम् कृष्णस्य दासोस्मि*