01/05/2024
*ગુજરાતી.......*
(1) અમે જતાંને *"આવજો"* કહીએ,
(2) અમે *"ખારા"* ને *"મીઠું"* કહીએ.
(3) *"તારી ભલી થાય"* કહીને અમે ગુસ્સામાં પણ ભલું ઈચ્છીએ છીએ.
(4) *ફરી મળીશું* કહીને છુટ્ટા પડતી વખતે પણ ફરી મળવાની આશા જગાવીએ છીએ.
(5) *"ભલા માણસ"* એમ કહીને અમે અણગમો બતાવીએ છીએ,પણ કહીએ તો *"ભલો"* જ.
(6) *"બહું ડાહ્યો"* એમ કહીને અમે મહેણું મારીએ છીએ,પણ કહીએ તો અમે *"ડાહ્યો"* જ
(7) *"ખરો છે બાકી તું"* એમ કહીને અમે ખોટા ને પણ ખરો સંબોધીએ છીએ.
આવી છે અમો ગુજરાતી ની વિશિષ્ટતાઓ ...
*હું ગુજરાતી છું,તેનો ગર્વ છે.*
*ગુજરાત સ્થાપના દિવસ ની ખૂબ ખૂબ શુભકામનાઓ....*🌹💐