08/03/2023
લાઈફમાં પેહલી વખત એવું લાગે છે કે "મુઝે પ્યાર હો ગયા હૈ☺️. ના, ના, એવું નહીં! હું તો એક પત્નીવ્રતા માણસ છું. આ તો બિઝનેસની વાત કરું છું. અલ્લાહનાં ફઝલથી જ્યારથી બિઝનેસ શરૂ કર્યો છે ત્યારથી આખા ગુજરાતમાંથી ઓર્ડર્સ પર ઓર્ડર્સ મળી રહ્યા છે. અમદાવાદ અથવા શહેર નજીકનું'ય કોઈ લોકેશન હોય તો હું પોતે ડિલિવરી આપવા પહોંચી જઉં છું. એ બહાને થોડી પ્રદુષણવાળી વાળી હવા શ્વાસમાં જાય અને ફેફસા પણ આઘાતમાં ને આઘાતમાં સબમર્સીબલ પંપ કરતા પણ વધુ ફાસ્ટ કામ કરતા થઈ જાય. હેલ્થ કોન્શિયસ, યુ નો!😁
યુએસનાં એક ભાઈએ મને છેક ગાંધીનગર સુધી દોડાવેલો, ચાહતો તો પોર્ટર સર્વિસ યુઝ કરી શકતો હતો પણ મારે કસ્ટમરનાં ફેસ પર સેટીસ્ફેક્શન જોવું હતું, રીવ્યુ લેવા હતા. બર્થડે હતો એટલે પાર્સલ સમયસર પહોંચાડી આપ્યું.
આજે ધૂળેટીની રજા હોવા છતાં રાજકોટથી અંજુમભાઈનો ફોન આવ્યો એટલે વિશાલાથી રીલીફ રોડ, ત્યાંથી ગીતામંદિર થઈને ચંડોળા ને ત્યાંથી નારોલનું ડિસ્ટન્સ લગભગ 40 મિનિટમાં પૂરું કરી નાંખ્યુ.
સાણંદ, બાવળા, સાબરમતી, ગાંધીનગર, ચિલોડા આ દરેક જગ્યાએ રાત્રે જમ્યા પછી કોઈપણ ડિલિવરી હોય તો રાતની ઠંડકની મઝા લેતા-લેતા કામ પૂરું કરી નાંખું છું, ફૂલ ડેડીકેશન સાથે.
આ સવા મહિનામાં બિઝનેસની કારગુઝારી સંભળાવું તો ગુજરાત તથા ગુજરાત બહાર તો ઓર્ડર્સ કર્યા જ છે સાથે-સાથે ચાર ઇન્ટરનેશનલ ડિલિવરીઓ પણ કરી બતાવી છે. ટૂંકમાં "મઝા આ રહા હૈ, બસ દુઆ કરો કે અલ્લાહ આ મઝા, આ રોમાંચ બરકરાર રાખે, આમીન"🤲