Dinesh Chaudhary

Dinesh Chaudhary મહામંત્રીશ્રી ધાનેરા તાલુકા ભાજપ

સેવા, સમર્પણ અને સંસ્કારના પ્રતીક,ધાનેરા નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખમાનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલ જીને જન્મદિવસની હાર્દિક શુભ...
21/07/2026

સેવા, સમર્પણ અને સંસ્કારના પ્રતીક,
ધાનેરા નગરપાલિકાના ઉત્સાહી પ્રમુખ
માનનીય શ્રી ઈશ્વરભાઈ પટેલ જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 🎂💐
ભગવાન શ્રીકૃષ્ણના આશીર્વાદથી આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય, સુખ, સમૃદ્ધિ અને અવિરત જનસેવાનું બળ પ્રાપ્ત થાય. ધાનેરા શહેરના સર્વાંગી વિકાસ માટે આપનું નેતૃત્વ સતત સફળતા અને નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી હાર્દિક પ્રાર્થના.🎉 .
Kirtisinh Vaghela
Tarun Modi
Shankar Chaudhary
Vasantbhai Purohit
Bhagvandas Patel
BJP Banaskantha Jilla
BJP Gujarat

"જનસેવા જ અમારું ધ્યેય, જનકલ્યાણ જ અમારો સંકલ્પ"જનતાના પ્રશ્નો, સૂચનો અને વિકાસલક્ષી વિચારોને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્ય...
19/07/2026

"જનસેવા જ અમારું ધ્યેય, જનકલ્યાણ જ અમારો સંકલ્પ"

જનતાના પ્રશ્નો, સૂચનો અને વિકાસલક્ષી વિચારોને પ્રાથમિકતા આપવાના ઉદ્દેશ્ય સાથે બનાસકાંઠા જિલ્લા પંચાયતના યશસ્વી અધ્યક્ષશ્રી વસંતભાઈ પુરોહિત સાહેબ દ્વારા જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ કાર્યાલય જનસામાન્યની સમસ્યાઓ સાંભળવા, યોગ્ય માર્ગદર્શન આપવા અને વિકાસલક્ષી સૂચનોને વેગ આપવા માટે હંમેશા આપના માટે ખુલ્લું રહેશે.

આવો, જનસેવાના આ સંકલ્પમાં સહભાગી બનીએ અને વિકાસશીલ બનાસકાંઠાના નિર્માણમાં પોતાનું યોગદાન આપીએ.
Vasantbhai Purohit
Dhaval Dave
Kirtisinh Vaghela
Tarun Modi
Bhagvandas Patel
Shankar Chaudhary
BJP Banaskantha Jilla
BJP Gujarat

🏛️ વિકાસના નવા સોપાન તરફ એક વધુ મજબૂત પગલું...ધાનેરા તાલુકાના રમુણા ગામે નવા આંગણવાડી ઘર તથા સાંકડ ગામે નવા ગ્રામ પંચાયત...
15/07/2026

🏛️ વિકાસના નવા સોપાન તરફ એક વધુ મજબૂત પગલું...

ધાનેરા તાલુકાના રમુણા ગામે નવા આંગણવાડી ઘર તથા સાંકડ ગામે નવા ગ્રામ પંચાયત ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો.

નવું આંગણવાડી ઘર આપણા નાનાં ભૂલકાઓના સર્વાંગી વિકાસ, પોષણ અને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ માટે મજબૂત પાયો પૂરું પાડશે, જ્યારે નવું ગ્રામ પંચાયત ભવન ગામના સુશાસન, પારદર્શિતા અને લોકસેવાને વધુ અસરકારક બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ શુભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિત સાહેબ, ધાનેરા ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ સાહેબ, વિધાનસભા આગેવાનશ્રી ભગવાનદાસ પટેલ સાહેબ, તાલુકા ભાજપ અધ્યક્ષશ્રી રમેશભાઈ દેસાઈ, TDO શ્રી મહેન્દ્રભાઈ ચૌધરી, મહામંત્રીશ્રી નિતેશભાઈ પુરોહિત, જિલ્લા પંચાયત સદસ્ય સેધાભાઈ ઘસીયા, પૂર્વ પ્રમુખશ્રી જગદીશભાઈ પટેલ, પૂર્વ નગરપાલિકા પ્રમુખશ્રી બળવંતજી રાવ, કારોબારી ચેરમેનશ્રી પ્રભુભાઈ પટેલ, બંને ગામોના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ તેમજ રમુણા અને સાંકડ ગામના બહોળી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનોએ કાર્યક્રમને ગૌરવવંતો બનાવ્યો.

સૌના સહયોગથી ગામડાંનો સર્વાંગી વિકાસ અને "વિકસિત ગુજરાત – વિકસિત ભારત"ના સંકલ્પને વધુ ગતિ મળે તેવી શુભકામનાઓ. 🙏🌿

Vasantbhai Purohit
Shankar Chaudhary
Bhagvandas Patel
Mavji Desai
Dinesh Chaudhary
BJP Banaskantha Jilla
BJP Gujarat

🌱 અરવલ્લી ગ્રીનવોલ – સીડબોલ ફોર ગ્રીનવોલ 🌱🌲🌲🌲🌲🌲🌲🌲🌲બનાસકાંઠા જિલ્લામાં હરિયાળું પર્યાવરણ સર્જવાના સંકલ્પ સાથે બનાસ ડેરી દ...
13/07/2026

🌱 અરવલ્લી ગ્રીનવોલ – સીડબોલ ફોર ગ્રીનવોલ 🌱
🌲🌲🌲🌲🌲🌲🌲🌲
બનાસકાંઠા જિલ્લામાં હરિયાળું પર્યાવરણ સર્જવાના સંકલ્પ સાથે બનાસ ડેરી દ્વારા “અરવલ્લી ગ્રીનવોલ” અભિયાન અંતર્ગત “Seed Ball For All” મહાઅભિયાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું.
🪴🪴🪴🪴🪴🪴🪴🪴
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત, ધાનેરાના ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ચેરમેન શ્રી ડાયાભાઈ પીલીયાતર, બનાસ ડેરીનું નિયામક મંડળ, રાજકીય પદાધિકારીઓ, દૂધ મંડળીના સંચાલકો, આજુબાજુની શાળાઓના વિદ્યાર્થીઓ, મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ, બનાસ ડેરી પરિવાર તેમજ મોટી સંખ્યામાં સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા..
🙏🏻🪴આભાર બનાસ ડેરી🪴🙏🏻

Shankar Chaudhary
Vasantbhai Purohit
Mavji Desai
Bhagvandas Patel
BJP Banaskantha Jilla
BJP Gujarat
Dinesh Chaudhary

બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુજરાતના લોકપ્રિય યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસ કમલમ ખાતે શુભેચ...
11/07/2026

બનાસકાંઠા જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુજરાતના લોકપ્રિય યશસ્વી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસ કમલમ ખાતે શુભેચ્છા મુલાકાત લીધી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે આત્મીય સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત બનાવવા માર્ગદર્શન આપ્યું.

મુખ્યમંત્રીશ્રીએ કાર્યકર્તાઓને *"રાષ્ટ્ર પ્રથમ"*ના સંકલ્પ સાથે જનસેવામાં સમર્પિત રહી અંતિમ વ્યક્તિ સુધી સરકારની જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવા પ્રેરિત કર્યા.

આ મુલાકાત કાર્યકર્તાઓ માટે પ્રેરણાદાયી અને ઉત્સાહવર્ધક બની.

ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ!
ભારત માતા કી જય! 🇮🇳

Kirtisinh Vaghela
Tarun Modi
Vasantbhai Purohit
Bhagvandas Patel
Suresh Chaudhary
BJP Banaskantha Jilla
BJP Gujarat

🙏 આભાર દર્શન કાર્યક્રમ 🙏જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કાંતિભાઈ ડાભી દ્વારા તમામ મતદારશ્રીઓના સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ બદ...
06/07/2026

🙏 આભાર દર્શન કાર્યક્રમ 🙏

જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી કાંતિભાઈ ડાભી દ્વારા તમામ મતદારશ્રીઓના સ્નેહ, વિશ્વાસ અને આશીર્વાદ બદલ આભાર વ્યક્ત કરવા માટે આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી વસંતભાઈ પુરોહિતજી, ધાનેરાના ધારાસભ્યશ્રી માવજીભાઈ દેસાઈ, વિધાનસભાના આગેવાન શ્રી ભગવાનભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી મંથરાબેન દેસાઈ, તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી રમેશભાઈ રોજ, પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી જગદીશભાઈ પટેલ, જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ શ્રી જશુભાઈ, જિલ્લા યુવા મોરચા ઉપપ્રમુખ શ્રી નટવરજી ઠાકોર, પીરાભાઇ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ચમનભાઈ પરમાર, કુમર ગામના સરપંચશ્રી, ધાખા જિલ્લા પંચાયતના આગેવાનો, વિવિધ ગામોના સરપંચશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.

આપ સૌના અવિરત સહકાર, વિશ્વાસ અને આશીર્વાદ જ જનસેવાની પ્રેરણા અને શક્તિ છે. જનહિત અને વિકાસના કાર્યો માટે સતત સમર્પિત રહી સેવા કરવાનો સંકલ્પ વધુ મજબૂત બન્યો છે.

હૃદયપૂર્વક સૌનો આભાર. 🙏

Vasantbhai Purohit
Bhagvandas Patel
Mavji Desai
Kirtisinh Vaghela
BJP Banaskantha Jilla
BJP Gujarat

🇮🇳બનાસ કમલમ.🇮🇳ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યકર્તા સંમેલન...
04/07/2026

🇮🇳બનાસ કમલમ.🇮🇳
ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની ૧૨૫મી જન્મજયંતિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા ભાજપ દ્વારા આયોજિત કાર્યકર્તા સંમેલન યોજાયું.

આ પ્રસંગે ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના રાષ્ટ્રવાદી વિચારો, અખંડ ભારત પ્રત્યેની તેમની અડગ પ્રતિબદ્ધતા, રાષ્ટ્રનિર્માણમાં તેમના અદ્વિતીય યોગદાન તથા માતૃભૂમિ પ્રત્યેની સમર્પિત ભાવનાથી પ્રેરણા મેળવવાનો અવસર મળ્યો.

જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પોતાના પ્રેરણાદાયી અને વિસ્તૃત વક્તવ્ય દ્વારા સંગઠનની શક્તિ, વિચારધારાની પ્રાસંગિકતા અને રાષ્ટ્રસેવાના મૂલ્યો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું, જે દરેક કાર્યકર્તા માટે નવી ઊર્જા અને પ્રેરણાનું સ્ત્રોત બન્યું.

ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીનું જીવન અને બલિદાન આપણને રાષ્ટ્રહિતને સર્વોપરી રાખી નિઃસ્વાર્થ ભાવથી સમાજ અને દેશસેવામાં સમર્પિત રહેવાની પ્રેરણા આપે છે.

🙏 વંદે માતરમ! 🇮🇳
Kirtisinh Vaghela
Vasantbhai Purohit
Bhagvandas Patel
BJP Banaskantha Jilla
BJP Gujarat
Dinesh Chaudhary

Address

Trimurti Plaza
Dhanera
385310

Opening Hours

9am - 5pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Dinesh Chaudhary posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Dinesh Chaudhary:

Shortcuts

Share