અવનવી વાતોનો ખજાનો

અવનવી વાતોનો ખજાનો અહિયા તમને જાણવા મળશે અવનવી વાતો.. જો અમારુ કન્ટેન્ટ ગમે તો લાઇક - ફોલો અને શેર કરી દેજો મારા વ્હાલા

"ન્યુટ્રોન તારાઓ (Neutron stars) એટલા ગીચ (dense) હોય છે કે તેમની પદાર્થની ખાંડના ક્યુબ જેટલી માત્રાનું વજન પૃથ્વી પર લગ...
28/08/2025

"ન્યુટ્રોન તારાઓ (Neutron stars) એટલા ગીચ (dense) હોય છે કે તેમની પદાર્થની ખાંડના ક્યુબ જેટલી માત્રાનું વજન પૃથ્વી પર લગભગ 1 અબજ ટન જેટલું હશે."

• ન્યુટ્રોન તારાઓનું નિર્માણ - ન્યુટ્રોન તારાઓ મોટા તારાઓના જીવનના અંતમાં બને છે. જ્યારે કોઈ મોટો તારો સુપરનોવા (supernova) તરીકે વિસ્ફોટ કરે છે, ત્યારે તેનું કેન્દ્ર એટલું સંકોચાઈ જાય છે કે તેના ઇલેક્ટ્રોન અને પ્રોટોન એકબીજા સાથે ભળીને ન્યુટ્રોન બનાવે છે. આના પરિણામે એક અત્યંત ગીચ પદાર્થ બને છે, જેમાં અણુઓમાં રહેલી મોટાભાગની ખાલી જગ્યા દૂર થઈ જાય છે.
• અતિશય ઘનતા - આ પ્રક્રિયાને કારણે, ન્યુટ્રોન તારાઓનું કદ માત્ર લગભગ 20 કિલોમીટર (આશરે 12 માઇલ) જેટલું હોય છે, પરંતુ તેમનું દળ (mass) સૂર્યના દળ કરતાં અનેક ગણું વધારે હોય છે. આ અતિશય દળ અને નાના કદના સંયોજનને કારણે તેમની ઘનતા અત્યંત ઊંચી હોય છે.

• વજનની ગણતરી - ખાંડના ક્યુબ જેટલા કદ (આશરે 1 સેન્ટિમીટર ઘન) ના ન્યુટ્રોન તારાના પદાર્થનું વજન 1 અબજ ટનથી પણ વધુ હોવાનો અંદાજ છે. આ વજન પૃથ્વી પરના એવરેસ્ટ પર્વત (Mount Everest) કરતાં પણ અનેક ગણું વધારે છે. આ કલ્પના આપણને બ્રહ્માંડમાં રહેલી અસામાન્ય પરિસ્થિતિઓનો ખ્યાલ આપે છે.

વૈજ્ઞાનિક સંશોધનો અને ગણતરીઓ આ હકીકતને સમર્થન આપે છે. ન્યુટ્રોન તારાઓની ઘનતા એટલી વધારે છે કે તેમનો એક નાનો ટુકડો પણ પૃથ્વી પર અવિશ્વસનીય રીતે ભારે હશે.

26/08/2025
ઓગસ્ટ 1991માં, 21 વર્ષના ફિનિશ વિદ્યાર્થી લિનસ ટૉરવાલ્ડ્સ (Linus Torvalds) એ એક ન્યૂઝગ્રુપ પોસ્ટમાં એક જાણકારી આપી, જેના...
26/08/2025

ઓગસ્ટ 1991માં, 21 વર્ષના ફિનિશ વિદ્યાર્થી લિનસ ટૉરવાલ્ડ્સ (Linus Torvalds) એ એક ન્યૂઝગ્રુપ પોસ્ટમાં એક જાણકારી આપી, જેના પર તે કામ કરી રહ્યો હતો.

તેણે કહ્યું હતું કે આ ‘માત્ર એક શોખ છે, જે GNU જેવું મોટું અને પ્રોફેશનલ નહીં બને.’ તેની આ ઓપરેટિંગ સિસ્ટમને આજે લિનક્સ (Linux) તરીકે લોકો ઓળખે છે.

ફિનલેન્ડ યુરોપનો પ્રથમ દેશ બન્યો જેણે ડિજિટલ પાસપોર્ટ લાગુ કર્યો હતો. જોકે ડીજીટલ પાસપોર્ટ એક ટેસ્ટીંગ પાઇલોટ પ્રોજેક્ટ ...
25/08/2025

ફિનલેન્ડ યુરોપનો પ્રથમ દેશ બન્યો જેણે ડિજિટલ પાસપોર્ટ લાગુ કર્યો હતો. જોકે ડીજીટલ પાસપોર્ટ એક ટેસ્ટીંગ પાઇલોટ પ્રોજેક્ટ જ છે તેને સંપૂર્ણપણે ફિઝિકલ પાસપોર્ટ ને બદલે લાગુ નથી કર્યો. એટલે મુસાફરી દરમિયાન ઓરીજીનલ પેપર પાસપોર્ટ સાથે રાખવો ફરજીયાત છે

મોટાભાગ ની કોમર્શિયલ એરલાઇન્સ માં બે પાઇલોટ હોય છે, પણ તે બન્ને ને જમવાનુ અલગ અલગ એવો નિયમ છે, કેમકે જો કોઇ ફુડ બગડી ગયુ...
30/01/2025

મોટાભાગ ની કોમર્શિયલ એરલાઇન્સ માં બે પાઇલોટ હોય છે, પણ તે બન્ને ને જમવાનુ અલગ અલગ એવો નિયમ છે, કેમકે જો કોઇ ફુડ બગડી ગયુ હોય અને તેનાથી પાઇલોટ ની તબિયત ખરાબ થાય તો બિજો પાઇલોટ પ્લેન્ટ નો કંટ્રોલ સંભાળી શકે તે માટે થી બન્ને પાઇલોટ ને જમવાનુ મેનુ અલગ અલગ રાખવામાં આવે છે.

આવી અવનવી વાતો જાણવા માટે અમારા પેઇજ ને લાઇક અને ફોલો કરજો

તા.૨૬-૧૧-૧૯૪૯ ના રોજ આપણા દેશનાં બંધારણ ની રચના પૂર્ણ થઈ અને આજના દિવસે ૨૬, જાન્યુઆરી. ૧૯૫૦ ના રોજ તેને આઝાદ ભારત દેશના ...
26/01/2025

તા.૨૬-૧૧-૧૯૪૯ ના રોજ આપણા દેશનાં બંધારણ ની રચના પૂર્ણ થઈ અને આજના દિવસે ૨૬, જાન્યુઆરી. ૧૯૫૦ ના રોજ તેને આઝાદ ભારત દેશના નવા બંધારણ તરીકે લાગુ કરવામાં આવ્યુ તેની સ્મૃતિ માં દેશભર માં આજે પ્રજાસત્તાક દિવસ ની ઉજવણી કરવામાં આવેછે.
ઈ.સ. ૧૬૦૦માં એલિઝાબેથ પ્રથમના ચાર્ટર એક્ટ દ્વારા ભારતમાં અંગ્રેજોની ‘ઈસ્ટ ઈન્ડિયા કંપની’ને વ્યાપાર કરવાનો પરવાનો પ્રાપ્ત થયો. ૧૭૬૫માં કંપનીને બંગાળ, બિહાર અને ઉડિસામાં દીવાની સત્તા પ્રાપ્ત થઈ અને આ સાથે જ અંગ્રેજોના અપ્રત્યક્ષ શાસનનો પ્રારંભ થયો.
વિભિન્ન અધિનિયમોના ક્રમિક સુધારા દ્વારા બંધારણ નિર્માણની પ્રક્રિયા શરુ થવા પામી. ૧૯૪૬માં બંધારણ સભાની રચનાથી તેની ઠોસ શરુઆત થઈ. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ બંધારણ અમલમાં આવ્યું અને ભારત એક પૂર્ણ સંસદીય પ્રજાસત્તાક બન્યું.
૧૯૦૬ થી ૧૯૪૭ દરમિયાન આપણા દેશના રાષ્ટ્રધ્વજ ની ડીઝાઇન બદલાતી રહેલી, ૧૯૪૭ માં તિરંગા ની વચ્ચે અશોકચક્ર વાળી ડીઝાઇન ફાઇનલ કરવામાં આવેલી.
સૌ મિત્રોને પ્રજાસત્તાક દિવસ ની હાર્દિક શુભકામનાઓ - જય હિંદ - વંદેમાતરમ ❤ 🙏🇮🇳

સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નવી ટેક્નોલોજી દ્વારા માપણી કરીને સમગ્ર ભારત ના દરીયાકાંઠા ની લંબાઇ ની નવેસર થી ગણતરી કરતા ૧૯૭૦ ...
17/01/2025

સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા નવી ટેક્નોલોજી દ્વારા માપણી કરીને સમગ્ર ભારત ના દરીયાકાંઠા ની લંબાઇ ની નવેસર થી ગણતરી કરતા ૧૯૭૦ ની માપણી પ્રમાણે ભારતનો દરીયાકિનારો ૭૦૦૦ કિલોમીટર હતો તે હવે વધીને ૧૧૦૦૦ કિલોમિટર થયો છે.
આવુ થવાનુ કારણ જે તે સમયે માપણી દરમિયાન જે પણ લેટેસ્ટ ટેક્નોલોજી હોય તેનો ઉપયોગ કરીને માપ કાઢવામાં આવતુ હોય છે, જેમા ઉત્તરોતર વધુ ચોકસાઇ થી માપ નિકળતુ રહે છે. હજુ પણ ભવિષ્યમાં આ આંકડાઓ બદલાતા રહે એવુ બની શકે છે.
હમણા સુધી આપણે ગુજરાતના દરીયા કાંઠાની લંબાઇ 1600 કિમી હોવાનુ વાંચતા હતા પણ હવે સર્વે ઓફ ઇન્ડિઆ દ્વારા નવી ટેક્નોલોજીની માપણી દ્વારા જે નવી લંબાઇ જાહેર થઈ છે તે 2340km છે, 1970 માં 1200km અને થોડા વરસ પહેલા 1600km નુ માપ જાહેર કરવામાં આવેલુ, માપમાં આવતો ફરક દરેક વખતે ઉપયોગ માં લેવામાં આવેલી નવી ટેક્નોલોજી ના આધારે ફર્યા કરે છે

જો તમારી આસપાસ કોઇ નાનુ બાળક (દિકરો કે દિકરી કોઇપણ) અચાનક થી ઉદાસ કે ડરેલુ રહેવા માંડે તો પ્રેમથી તેને પુછો કે શુ તેને ક...
15/01/2025

જો તમારી આસપાસ કોઇ નાનુ બાળક (દિકરો કે દિકરી કોઇપણ) અચાનક થી ઉદાસ કે ડરેલુ રહેવા માંડે તો પ્રેમથી તેને પુછો કે શુ તેને કોઇ ઓનલાઇન ધમકી આપી રહ્યુ છે? ડરાવી રહ્યુ છે? બ્લેકમેલ કરી રહ્યુ છે? જો બાળક કોઇ યોગ્ય જવાબ ના આપે કે વાત ઉડાવી દેવાનો પ્રયત્ન કરે તો શક્ય છે કે તે બાળક ઓનલાઇન સાઇબર બુલિંગ નો ભોગ બન્યો હોઇ શકે.
જેમ આપણી સાચી દુનિયામાં ખરાબ લોકો હોય જેને ગુંડા કહીએ તે જ રીતે ઇન્ટરનેટ પર જે ખરાબ લોકો હોય તેને સાઇબર બુલ્લી કહે છે, તેઓ નાના બાળકો, મહિલાઓ કે વડિલોને સોશિઅલ મિડીઆ ના માધ્યમ થી ખોટી ધમકીઓ આપીને ગેરકાયદેસર કામ કરાવા કે પૈસા માગવા જેવા ખોટા કામ કરે તેને સાઇબર બુલિંગ કહેવામાં આવે છે.
જો તમારા ધ્યાન માં આવુ કાઇ આવે તો બાળક કે મહિલા કે વડિલ કોઇ પણ સાથે આવુ બનતુ હોય તેમને હિંમત આપો કે સાઇબર બુલિંગ એ ગુન્હો અને તેમણે ડરવાનુ કોઇ કારણ નથી, આવુ બધુ આજકાલ થતુ જ રહેવાનુ છે અને મક્કમતા થી તેનો સામનો કરવો અને આવી કોઇ વ્યક્તિ ઓનલાઇન ભટકાઇ તો તેને બ્લોક કરી દેવા.. જો કોઇ સાઇબર બુલિંગ નો ભોગ બને તો નજીક ના સાઇબર ક્રાઇમ પોલિસ સ્ટેશન માં તરત જ જાણ કરવી જેથી આવુ કરનાર શખ્સ ના ભોગ અન્ય નિર્દોષ લોકો ના બને.
સાવચેત રહો - સુરક્ષિત રહો -

Address

Ahmedabad
380001

Website

Alerts

Be the first to know and let us send you an email when અવનવી વાતોનો ખજાનો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share